કોંગ્રેસની 'ન્યાય સ્કીમ'ની જાહેરાત પર નીતિ આયોગના ઉપાધ્યક્ષે ઉઠાવ્યાં સવાલ, ECએ માંગ્યો જવાબ
લોકસભા ચૂંટણી 2019ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવકુમારે કહ્યું કે આમ કરવું એ આર્થિક રીતે શક્ય નથી. રાજીવ કુમારની ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના પાંચ કરોડ ગરીબો પરિવારોને ન્યૂનતમ આવક ગેરંટી હેઠળ વાર્ષિક 72000 રૂપિયા આપવાના વચનથી રાજકોષીય અનુશાસન ધરાશયી થઈ થઈ ગયું. રાજીવકુમારે કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કઈં પણ કહી શકે, કરી શકે છે.
કુમારે ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના જૂના રેકોર્ડ જોઈએ તો તે ચૂંટણી જીતવા માટે ચાંદ લાવવા જેવા વાયદા કરતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે જે યોજનાની જાહેરાત કરી છે તેનાથી રાજકોષીય અનુશાસન ખતમ થઈ જશે. કામ નહીં કરવાની વાતને પ્રોત્સાહન મળશે અને તે ક્યારેય અમલીકરણ થશે નહીં.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને 72000 રૂપિયા વાર્ષિક ન્યૂનતમ આવક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી થઈ શકશે નહીં. કુમારે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે 1971માં ગરીબી હટાવોનો નારો આપ્યો, 2008માં વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું અને 2013માં ખાદ્ય સુરક્ષાની વાત કરી પરંતુ તેમાંથી કશું પૂરું કરી શકી નહીં.
આ બધા વચ્ચે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ(પીએમઈએસી)એ પણ ટ્વિટર પર ગાંધીની આ જાહેરાતની ટીકા કરી છે. પરંતુ બાદમાં એક ટ્વિટર યુઝરે કહ્યું કે તે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી રહી છે તેથી ટ્વિટ હટાવવામાં આવી હતી.
લેટેસ્ટ ગુજરાતી સમાચારો માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે